/connect-gujarat/media/post_banners/8502c53b2300510efc7c4b7e3ee747391139d48b563a304b7ace3a68ed984258.webp)
પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કાબારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેમના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન 6 અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ મુનવ્વર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે.
મતલબ કે મુનવ્વરને પોલીસે થોડાં જ સમયમાં છોડી મૂક્યો છે.પોતાની અટકાયતના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી, તો બીજી તરફ આ દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ ફ્રી પ્રેસ જનરલને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, “અમારી ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. હુક્કાના નામે તમાકુનો ઉપયોગ થતો હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈમાં રેડ પાડી હતી. ત્યાંથી મળી આવેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોમાં ફારૂકી પણ સામેલ છે.