'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટર રિયો કાપડિયાનું 66 વર્ષ વયે થયું નિધન

New Update
'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટર રિયો કાપડિયાનું 66 વર્ષ વયે થયું નિધન

બોલિવૂડ અને ટીવી જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 'દિલ ચાહતા હૈ' ફેમ એક્ટર રિયો કાપડિયાનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈમાં કરવામાં આવશે. જો કે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. ફક્ત એટલી જ માહિતી સામે આવી છે કે ગયા વર્ષે રિયોને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તમને જણાવી દઈએ કે રિયો ઘણી ટીવી સિરિયલો અને મોટી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. અભિનેતાએ આમિર ખાન, શાહરૂખ ખાન અને રાની મુખર્જી જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.

તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરતા, રિયોના નજીકના મિત્ર ફૈઝલ મલિકે કહ્ કેયું - મિત્રો, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે રિયો કાપડિયા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે 14 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બાકીની વિગતો સાંજ સુધીમાં પરિવાર દ્વારા જાહેર કરવામાં આવશે.

Latest Stories