Connect Gujarat
મનોરંજન 

દિલજીત દોસાંજ હોલીવુડ સિંગર સાથે ગીત ગાનાર એક માત્ર ભારતીય સિંગર બન્યો

દિલજીત દોસાંજ હોલીવુડ સિંગર સાથે ગીત ગાનાર એક માત્ર ભારતીય સિંગર બન્યો
X

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં વર્સેટાઈલ સ્ટાર તરીકે સૌથી પહેલું નામ દિલજીત દોસાંજનું નામ લેવામાં આવે છે. દિલજીત દોસાંજ કોમેડી, રોમાન્સ અને સીરિયસ એક્ટિંગ કરે ત્યારે તેમનો જાદુ છવાઈ જાય છે. આ સ્ટારે હોલીવુડ સિંગર સાથે ગીત ગાવાની સાથે કોચેલામાં પણ પરફોર્મ કરનાર એક માત્ર ભારતીય સિંગર બની ગયા છે. દિલજીત દોસાંજ આજે 40 વર્ષના થઈ ગયા છે.

દિલજીત દોસાંજનો જન્મ 6 જાન્યુઆરી 1984ના રોજ થયો હતોય આ સ્ટારે નાની ઉંમરે અઢળક કમાણી કરી છે અને એક અલગ ઓળખ બનાવી છે. આ સ્ટારે ધ લાયન ઓફ પંજાબ ફિલ્મથી કરિઅરની શરૂઆત કરી હતી. આ સ્ટારે અડતા પંજાબ અને ગુડ ન્યૂઝ સહિત બોલીવુડની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. દિલજીત દોસાંજ કુલ 150 કરોડની સંપત્તિના માલિક છે. મીડિયા રિપોર્ટ અનુસાર દિલજીત દોસાંજ દર મહિને 80 લાખથી વધુ રૂપિયાની કમાણી કરી છે અને વાર્ષિક 12 કરોડ રૂપિયાની કમાણી કરે છે. દિલજીત દોસાંજ માત્ર 10 પાસ છે અને તેઓ ગુરુદ્વારામાં કિર્તનમાં ગીતો ગાઈને જીવન પસાર કરતા હતા

Next Story