Connect Gujarat
મનોરંજન 

ડ્રીમ ગર્લ 2' બની આયુષ્માનના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ, પહેલા દિવસે કરી 10.69 કરોડની કમાણી.......

આયુષ્માન ખુરાના હાલમાં પોતાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. 25 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યું છે.

ડ્રીમ ગર્લ 2 બની આયુષ્માનના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ, પહેલા દિવસે કરી 10.69 કરોડની કમાણી.......
X

આયુષ્માન ખુરાના હાલમાં પોતાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ને લઈને ચર્ચામાં છે. 25 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યું છે. ગદર 2 અને OMG 2 જેવી ફિલ્મો વચ્ચે પણ આયુષ્માનની ફિલ્મે પહેલા દિવસે લગભગ 10.69 કરોડનો બિઝનેસ કર્યો છે. ઓપનિંગ ડેના કલેક્શન મામલે 'ડ્રીમ ગર્લ 2'એ એક્ટરની 'બાલા' ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે અને તેના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. તેના પર હાલમાં જ આયુષ્માને પોતાની પ્રતિક્રિયા આપી છે. આયુષ્માન 'ડ્રીમ ગર્લ 2'ને મળી રહેલા પ્રેમથી ખૂબ જ ખુશ છે. તેમણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને ચાહકોનો આભાર માન્યો હતો. એક્ટરે ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું કે, 'મને મારી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ આપવા માટે તમારો બધાનો ખૂબ-ખૂબ આભાર.' રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અનન્યા પાંડે પણ મહત્વના રોલમાં છે. અભિનેતાની આ પોસ્ટ પર યુઝર્સ હવે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, તમારી શાનદાર એક્ટિંગના કારણે આ શક્ય બન્યું છે. હજુ આનાથી મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. અન્ય યુઝરે લખ્યું, તમે તેના હકદાર છો. તમને અભિનંદન. એક યુઝરે લખ્યું કે, તમારી પ્રતિભાએ આ ફિલ્મને શાનદાર બનાવી છે. તમે આના કરતા પણ વધુ પ્રગતિ કરશો. આ ફિલ્મ 2019માં આવેલી 'ડ્રીમ ગર્લ'ની સિક્વલ છે. ફિલ્મને લઈને થઈ રહેલી પ્રશંસા પર આયુષ્માને કહ્યું હતું કે, લોકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં આવી રહ્યા છે અને તેમને આ ફિલ્મ પસંદ આવી રહી છે તે જોઈને ખૂબ જ સારી લાગણી અનુભવી રહ્યો છું. મને સારું લાગી રહ્યું છે કે, મારું કામ દર્શકોને પસંદ આવી રહ્યું છે. આ ફિલિંગ હંમેશા સ્પેશિયલ હોય છે.

Next Story