દિલજીત દોસાંઝ-કોલ્ડપ્લેના ટીકીટ કૌભાંડ મામલે EDની તપાસ શરૂ, 5 શહેરોમાં દરોડા !

પંજાબી પોપ સિંગર દિલજીત દોસાંઝ અને બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના આગામી કોન્સર્ટ ભારતમાં યોજાનાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે બંને કોન્સર્ટની ટિકિટ કૌભાંડ

New Update
diljiit

પંજાબી પોપ સિંગર દિલજીત દોસાંઝ અને બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના આગામી કોન્સર્ટ ભારતમાં યોજાનાર છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે બંને કોન્સર્ટની ટિકિટ કૌભાંડ મામલે 5 શહેરોમાં દરોડા પાડ્યા હતા.તેની પ્રારંભિક તપાસમાં, EDને જાણવા મળ્યું હતું કે આ કોન્સર્ટની ટિકિટોનું વ્યાપકપણે બ્લેક માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.શનિવારે એક નિવેદન જારી કરીને EDએ કહ્યું કે શુક્રવારે વિભાગે દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને પંજાબમાં 13 સ્થળો પર સર્ચ કર્યું. આ તપાસ બાદ એજન્સીએ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ ફોજદારી કેસ નોંધ્યો છે.નોંધનીય છે કે, દિલજીત દોસાંઝ 26 અને 27 ઓક્ટોબરે દિલ્હીના જવાહર લાલ સ્ટેડિયમમાં દિલ-લુમિનાટી કોન્સર્ટ કરશે. કોલ્ડપ્લે જાન્યુઆરી 2025માં નવી મુંબઈમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે.