અભિનેતા ડીનો મોરિયાના ઘરે મીઠી નદી કૌભાંડમાં EDના દરોડા

મીઠી નદી કૌભાંડમાં અભિનેતા ડીનો મોરિયાના ઘરે દરોડા પડ્યા છે. EDએ 65 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ અંગે તપાસ હાથ ધરી છે. EDએ મુંબઈ અને કેરળ સહિત 15 સ્થળોએ દરોડા પાડ્યા

New Update
Dino

ડીનો મોરિયા આ દિવસોમાં તેની ફિલ્મ હાઉસફુલ 5 માટે ચર્ચામાં છે તો બીજી તરફ અભિનેતા મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડની તપાસમાં ફસાયો છે. અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ આ કેસમાં સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. 

મીઠી નદી કૌભાંડમાં અભિનેતા ડીનો મોરિયાના ઘરે દરોડા પડ્યા છે. EDએ 65 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ અંગે તપાસ હાથ ધરી છે. શુક્રવારે EDએ મુંબઈ અને કેરળ સહિત 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં બોલીવુડ અભિનેતા ડીનો મોરિયા, BMC આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રશાંત રામુગડે અને ઘણા કોન્ટ્રાક્ટરોના રહેઠાણોનો સમાવેશ થાય છે. 

અગાઉ બે વાર પૂછપરછ કરવામાં આવી હતી. ED હવે ગેરકાયદેસર નાણાંના પ્રવાહને શોધવા માટે દરોડા દરમિયાન જપ્ત કરાયેલા નાણાકીય દસ્તાવેજો અને અન્ય સામગ્રીની સમીક્ષા કરી રહી છે. તમને જણાવી દઈએ કે EDનો આ દરોડો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા કેસ નોંધાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી 

બોલીવુડ અભિનેતા ડીનો મોરિયાએ 'ઓમ શાંતિ ઓમ', રાઝ 'હેપ્પી ન્યૂ યર' અને 'પ્યાર મેં કભી કભી' જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવી હતી. તેમની હાલની રિલીઝ કોમેડી-ડ્રામા 'હાઉસફુલ 5' છે. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ વિશ્વભરમાં સિલ્વર સ્ક્રીન પર આવી હતી.