અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ધ લેડી કીલર’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરનો અવતાર એકદમ ચોંકાવનારો છે. ચાહકો પણ ‘ધ લેડી કીલર’નું ધમાકેદાર ટ્રેલરની પ્રસંશા કરી રહ્યા છે. આ ફિલ્મ અર્જુન કપૂરના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે અર્જુનની છેલ્લા ઘણા સમય થી બધી જ ફિલ્મો ફ્લોપ જાય છે. જેથી તે એક મોટી હિટ ફિલ્મની રાહ જુએ છે. આ ફિલ્મ અર્જુન કપૂરની કારકિર્દી માટે ટર્નીગ પોઈન્ટ સાબિત થશે. ધ લેડી કિલરનું ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે ચાહકો પણ માને છે કે આ અર્જુન કપૂરની અત્યાર સુધીની બેસ્ટ ફિલ્મ હશે. આ ફિલ્મની જલકની વાત કરીએ તો અર્જુન કપૂર આ ફિલ્મમાં પ્લે બોય બન્યો છે. અર્જુનના જીવનમાં પહેલેથી જ એક છોકરી છે. આમ જતાં તે એક છોકરી ભૂમિના પ્રેમમાં પડે છે. પરંતુ તે છોકરી કોઈ સામાન્ય છોકરી નથી પરંતુ તેના પર પણ એક રહસ્ય છે જેનાથી અર્જુન પણ અજાણ હોય છે. અને જ્યારે તે રહસ્ય બહાર આવે છે ત્યારે હોશ ઊડી જાય છે. અર્જુન કપૂરને ખબર પડે છે કે જે છોકરી સાથે તે પ્રેમમાં પડ્યો છે તેના મહારાજા સાથે ગેસકાયદેસર સંબંધો છે. આ પ્રેમ અને રહસ્ય વચ્ચે એક હત્યા પણ થાય છે. જે સમગ્ર વાર્તાને વધુ તીવ્ર બનાવે છે.
‘ધ લેડી કીલર’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ, મર્ડર મિસ્ટ્રી વચ્ચે ખીલી અર્જુન-ભૂમિની લવસ્ટોરી, જાણો રીલીઝ ડેટ...
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ધ લેડી કીલર’નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂરનો અવતાર એકદમ ચોંકાવનારો છે.
New Update
Latest Stories