ફેમસ એક્ટ્રેસ નેહા બગ્ગાએ બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કર્યા, photos સોશિયલ મીડિયામાં વાયરલ થયા.....

નેહા જંગલી અને રિઝા ફિલ્મમાં પણ જોવા મળી હતી. મહત્વનુ છે કે ઇનસ્ટા માં નેહાના ફોલોવર્સ 1.4 મિલિયમ છે

New Update
ફેમસ એક્ટ્રેસ નેહા બગ્ગાએ બોયફ્રેન્ડ રેસ્ટી કંબોજ સાથે લગ્ન કર્યા, photos સોશિયલ મીડિયામાં વાયરલ થયા.....

ફેમસ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર નેહા બગ્ગાએ તેના બોય ફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. હાલ આ કપલ લગ્નની તસ્વીરો શેર કરી રહયા છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમના લગ્ન શિમલામાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થયા હતા. વાયરલ ફોટોસ માં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. નેહા દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના પતિ રેસ્ટી કંબોજે વાઇટ શેરવાની પહેરી છે.

લગ્નના દરેક ફોટોમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. બંનેની મુલાકાત વર્ષ 2019માં એક ફિલ્મના સેટ અપર થઈ હતી જ્યારે નેહા ફિલ્મની હિરોઈન હતી અને રેસ્ટી કો-સ્ટાર હતો. પછી બંને એ એક વિડીયો બનાવ્યો જે ખૂબ જ હિટ રહ્યો પછીથી તેઓએ ઘણા વિડીયો બનાવ્યા, નેહાએ ઘણા ટીવી શોમાં કામ પણ કર્યું છે. તે રબ સે સોના ઈશ્ક, બાની ઈશ્ક દા કલમા જેવી સિરિયલોમાં જોવા મળી છે. નેહા જંગલી અને રિઝા ફિલ્મમાં પણ જોવા મળી હતી. મહત્વનુ છે કે ઇનસ્ટા માં નેહાના ફોલોવર્સ 1.4 મિલિયમ છે. તેના પતિ અભિનેતા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંઝર છે.   

Latest Stories