ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાયા !

ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્ન બંધનમાં બંધાયા છે. 25 નવેમ્બરના હલ્દી સેરેમની યોજાઈ હતી. તેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી

New Update
mlhar
Advertisment

ઢોલીવૂડના ફેમસ કપલ મલ્હાર ઠાકર અને પૂજા જોષી આજે લગ્ન બંધનમાં બંધાયા છે. 25 નવેમ્બરના હલ્દી સેરેમની યોજાઈ હતી. તેના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી હતી. હલ્દી સેરેમનીથી લઈને લગ્નની બઘી તસવીરોમાં કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું હતું.

Advertisment
પૂજા જોશી મુંબઈની છે, પરંતુ તે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે તેથી ગુજરાત આવતી જતી હોય છે. બંને અગાઉ એકસાથે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે, ત્યારબાદ બંનેના સંબંધોને લઈને ઘણી ચર્ચા ચાલી હતી. બંનેએ કોરોનાના સમયગાળામાં 'વાત વાત'માં નામની વેબ સીરિઝ કરી હતી. જે દરમિયાન તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે 'વીર ઈશાનું શ્રીમંત', 'લગ્ન સ્પેશિયલ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
Latest Stories