Connect Gujarat
મનોરંજન 

ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન

ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન નીલ નંદાનું 32 વર્ષની વયે નિધન
X

ફેમસ સ્ટેન્ડઅપ કોમેડિયન કોમેડિયન નીલ નંદાએ 32 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જો કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ તેના ચાહકો આ સમાચારથી માત્ર નિરાશ જ નથી થયા પરંતુ તે ખૂબ જ ચોંકી ગયા છે. નીલે નાની ઉંમરમાં જ ઘણી ખ્યાતિ મેળવી હતી. તાજેતરમાં જ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

નીલ ભારતીય મૂળનો હતો પરંતુ તે લોસ એન્જલસમાં રહેતો હતો. નાનપણથી જ તેને કોમેડી કરવાનો ખૂબ શોખ હતો, તેણે તેને પોતાનો વ્યવસાય બનાવી લીધો. નીલના મેનેજર ગ્રેગ વાઈસે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, તેઓ એ જણાવતા ખૂબ જ દુઃખી છે કે નીલ નંદાનું નિધન થઈ ગયું છે. નીલ 11 વર્ષથી તેનો ક્લાયન્ટ હતો. મેનેજરે કહ્યું કે, તે તેને 19 વર્ષની ઉંમરથી ઓળખે છે. બંનેએ સાથે મળીને અદ્ભુત કામ કર્યું. ગ્રેગે તેમને એક મહાન હાસ્ય કલાકાર અને અદ્ભુત વ્યક્તિ તરીકે વર્ણવ્યા.

Next Story