New Update
આખરે ફરહાન અખ્તરે પુષ્ટિ કરી છે કે રણવીર સિંહ અને કિઆરા અડવાણી સ્ટારર ફિલ્મ 'ડોન 3'નું શૂટિંગ 2025 માં શરૂ થશે. તો માહિતી તો એવી મળી રહી હતી કે, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મ 'જી લે ઝારા'ને પડતી મૂકવામાં આવી છે.
આ વિશે પણ વાત કરતાં ફરહાને કહ્યું કે આ ફિલ્મ બનશે અને તે જ તેનું નિર્દેશન કરશે.18 જૂને ફરહાન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લક્ષ્યે' વીસ વર્ષ પૂરાં કર્યા. આ ખાસ તકે ફરહાને પિંકવિલા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે 'ડોન 3' અને 'જી લે ઝરા' ફિલ્મો વિશે પણ વાત કરી છે. ફરહાને કહ્યું- 'અમે આવતા વર્ષે ફિલ્મ 'ડોન 3'નું શૂટિંગ કરીશું. હું પોતે તેની રાહ જોઈ રહ્યો છું. અમે 'જી લે ઝરા' ફિલ્મની પણ જાહેરાત કરી છે. હું આ ફિલ્મનું નિર્દેશન પણ કરીશ. એક ફિલ્મ ડિરેક્ટ કર્યાને ઘણો સમય થઈ ગયો છે. મને આ ફિલ્મોનું નિર્દેશન કરવાનું ખૂબ જ ગમે છે.'