200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મળી મોટી રાહત

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મોટી રાહત મળી

New Update
200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મળી મોટી રાહત

ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મોટી રાહત મળી છે. મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને 2 લાખ રુપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમની જામીનની શરતે જામીન આપ્યા છે. આ મામલે જેક્લીન પહેલા પણ જામીન પર બહાર હતી. 10 નવેમ્બરે કોર્ટમાં એક્ટ્રેસની જામીન પર લાંબી દલિલ થઈ હતી. અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને પટિયાલા હાઉસ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. આ મામલે સુનાવણી બાદ કોર્ટે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો છે.

10 નવેમ્બરે કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે બીજા દિવસે નિર્ણય આપવાની વાત કહી હતી. જોકે, 11 નવેમ્બરે એક્ટ્રેસની રેગ્યુલર બેલ પર નિર્ણય આવી શક્યો નહતો. આજે કોર્ટ તરફથી એક્ટ્રેસને મોટી રાહત મળી છે. જેક્લીન આજે પોતે પણ વકીલ સાથે પટીયાલા કોર્ટ પહોંચી હતી.

Latest Stories