લેખક અસગર વજાહતના પ્રખ્યાત નાટક 'જીસ લાહોર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ' પર આધારિત આમિર ખાનની ફિલ્મ 'લાહોર 1947' તૈયાર છે.આ ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે. સની દેઓલ, શબાના આઝમી, પ્રીતિ ઝિન્ટા, અલી ફઝલ, કરણ દેઓલ અને અભિમન્યુ શેખર સિંહ વગેરે મુખ્ય ભૂમિકાઓ ભજવે છે.
પહેલા આ ફિલ્મ ભારતમાં 26 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે તે ફેબ્રુઆરી 2025માં રિલીઝ થવાની શક્યતા છે.રાજકુમાર સંતોષી લગભગ વીસ વર્ષથી આ ફિલ્મ બનાવવા માગતા હતા અને તેમણે તેના લેખક અસગર વજાહત પાસેથી બે વાર ફિલ્મના અધિકારો ખરીદ્યા હતા.લાહોર 1947 માં, શબાના આઝમી વૃદ્ધ માતાની ભૂમિકા ભજવે છે જ્યારે સની દેઓલ સિકંદર મિર્ઝાનો રોલ કરે છે, પ્રીતિ ઝિન્ટા તેની પત્નીની ભૂમિકામાં અને કરણ દેઓલે તેના પુત્રની ભૂમિકા ભજવી હતી.