ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ, પિતાનો હાથ પકડતા થયા ભાવુક........

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ હતી અને જલ્દી જ તે લગ્ન ગ્રંથિથી પણ જોડાશે.

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ, પિતાનો હાથ પકડતા થયા ભાવુક........
New Update

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ હતી અને જલ્દી જ તે લગ્ન ગ્રંથિથી પણ જોડાશે. સગાઈના શુભ પ્રસંગે પિતા અનુરાગ કશ્યપ પોતાની પુત્રીનો હાથ પકડીને દેખાયા હતા. જે અંગેની તસ્વીર વાયરલ થઈ છે. સાથે સાથે આલિયા પણ સફેદ કપડામાં સગાઈમાં ખૂબ જ સજ્જ થઇને અદભુત લુક લાગતું હતું. નોંધનિય છે કે 3 ઓગસ્ટે ફિલ્મ નિર્માતા અનુરાગે તેમની પુત્રીની સગાઈ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી છે. વાત કરીએ તો આલિયા 22 વર્ષની છે અને તેનો મંગેતર શેન 23 વર્ષનો છે, બને લગભગ બે વર્ષથી એક બીજાના પરિચયમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. સગાઈના અવસર કપલે એકબીજાનો હાથ ફોટો પડાવ્યા હતા. આલિયા કશ્યપ પણ મંગેતર શેન આનંદિત મોજાજમાં જોવા મળી હતી. તો આ મંગલ પ્રસંગે હાજરી આપી ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલી પણ આલિયા અને તેના શેનને આશીર્વાદ આપવા જોડાયા હતા.

#India #Connect Gujarat #BeyondJustNews #engaged #daughter #Bollywood Film #Filmmaker #Anurag Kashyap #Alia Kashyap
Here are a few more articles:
Read the Next Article