બિગ બોસ ઓટીટી-2 વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ નોંધાઈ FIR, નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું...

અલ્વીશ યાદવ પર નોઈડા અને એનસીઆરમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે.

બિગ બોસ ઓટીટી-2 વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ નોંધાઈ FIR, નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું...
New Update

બિગ બોસ ઓટીટી -2 વિજેતા એલ્વિશ યાદવ સ્પર્ધા જીતી ત્યારથી જ ચર્ચામાં રહે છે. યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી પાછો વિવાદોમાં આવ્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. તેના પર સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગ સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે.

એલ્વિશ યાદવની સંડોવણીની તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવનું નામ સામે આવી રહ્યું છે.અલ્વીશ યાદવ પર નોઈડા અને એનસીઆરમાં હાઈપ્રોફાઈલ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ કારણોસર નોઈડાના સેક્ટર 49 પોલીસ સ્ટેશનમાં અલ્વિશ સહિત 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ એફઆઈઆર નોંધાવી છે.

એલ્વિશ યાદવ સિવાય અન્ય આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો અને IPCની કલમ 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી એલ્વિશ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પોલીસનું કહેવું છે કે અમે એક કેસ નોંધ્યો છે જેમાં એલ્વિશ યાદવના નામનો ઉલ્લેખ છે, જો કે હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત પોલીસે પકડાયેલા સાપને વન વિભાગને સોંપ્યા હતા.

#GujaratConnect #Elvish Yadav #Noida Police #Elvish Yadav FIR #Elvish Yadav Case #Big Boss winner #અલ્વીશ યાદવ
Here are a few more articles:
Read the Next Article