/connect-gujarat/media/post_banners/40c9ddbfa9691df6a0bd44453eb00608b85956f9d26eb508efc9caa70c164fff.webp)
બૉલીવુડ એકટર વિવેક ઓબેરોય સામે 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં અભિનેતાએ તેના 3 બિઝનેશ પાર્ટનર વિરુધ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.
વિવેક ઓબેરોએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને આકર્ષણ વળતરનું વચન આપીને એક ઇવેંટ અને ફિલ્મ પ્રોડકશન ફર્મમાં પૈસા રોક્યા હતા. પરંતુ બાદમાં આરોપીઓએ પૈસાનો ખોટો ઉપયોગ કર્યો હતો. મુંબઈની MIDC પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંજય અને અન્ય આરોપીઓએ કથિત રીતે 60 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. જે અભિનેતા અને તેમની કંપનીઓએ વિવિધ કાર્યક્રમોમાં મહેમાન તરીકે હજાર રહેવા માટે ફી તરીકે મેળવ્યા હતા.
આ પછી વિવેક ઓબેરોએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નકી કર્યું. સંજય તેની માતા નંદિતા રાધિકા વિરુધ્ધ MIDC પોલીસે ભારતીય દંડ સંહિતાની ફરિયાદ પર કલમ 406, 409 અને 420 હેઠળ ગુનો નોંધ્યો છે.