Connect Gujarat
મનોરંજન 

‘ગદર 2’ એ રચ્યો ઇતિહાસ, બાહુબલી-પઠાણને પાછળ છોડી ફિલ્મ 500 કરોડ ક્લબ બોક્સમાં સામેલ...

સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ગદર 2 જે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

‘ગદર 2’ એ રચ્યો ઇતિહાસ, બાહુબલી-પઠાણને પાછળ છોડી ફિલ્મ 500 કરોડ ક્લબ બોક્સમાં સામેલ...
X

સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ગદર 2 જે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ફિલ્મે તેની રિલીઝના 24માં દિવસે એટલે કે ચોથા રવિવારે અંદાજે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે બાદ ફિલ્મનુ કુલ બોક્સ ઓફિસ કલેકસન 500 કરોડને પર થઈ ગયું છે. અનિલ શર્માની એક માત્ર ફિલ્મ ગદર 2 એ માત્ર આટલા દિવસમાં કુલ 507.87 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગદાર 2 એ વહેલી તકે 500 કરોડ ક્લબમાં સામેલ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા શાહરુખ ખાન ફિલ્મ પઠાણ આ નંબર 1 પર હતી. જેને 500 કરોડ ક્લબ બોક્સમાં સામેલ થવા માટે 28 દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે ગદર 2 એ માત્ર 24 દિવસમાં જ આ આંકડો પાર કરીને 500 કરોડની કમાણી કરી લીધી છે. આ ઉપરાંત પ્રભાસની બાહુબલી 2 ને આ સિધ્ધી પ્રાપ્ત કરવામાં 34 દિવસનો સમય લાગ્યો હતો. હવે આગામી શાહરુખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુનામી લાવશે. હવે આ ફિલ્મ જવાન 500 કરોડ ક્લબ બોક્સમાં ક્યારે સામેલ થશે કે નહીં તે હવે જોવું રસપ્રદ રહેશે અને જો સામેલ થાય તો કેટલો સમય લેશે તે પણ એક રસપ્રદ બાબત છે.

Next Story