'ગદર 2' નું મોશન પોસ્ટર રીલીઝ, તારા સિંહ પુત્ર સાથે બોર્ડર પર દોડતા જોવા મળ્યા

New Update
'ગદર 2' નું મોશન પોસ્ટર રીલીઝ, તારા સિંહ પુત્ર સાથે બોર્ડર પર દોડતા જોવા મળ્યા

સની દેઓલ અને અમીષા પટેલ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર'ની રિમેક 'ગદર 2' લઈને આવી રહ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ શુક્રવારે ફિલ્મનું નવું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં સની અને ઉત્કર્ષ શર્મા બોર્ડર પર દોડતા જોવા મળે છે. 

ફિલ્મમાં સની દેઓલ, તારા સિંહ અને ઉત્કર્ષના પુત્ર જીતના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નવું મોશન પોસ્ટર શેર કરતાં નિર્માતાઓએ લખ્યું, 'પિતાના પ્રેમની કોઈ સીમા હોતી નથી.' વીડિયોમાં સની અને ઉત્કર્ષ ભારત-પાકિસ્તાન બોર્ડર પર દોડી રહ્યા છે અને ચારે બાજુથી તેમના પર ગોળીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. 

આ પોસ્ટરને શેર કરતી વખતે સની દેઓલે લખ્યું, 'પોતાના દેશ અને પરિવારની સુરક્ષા માટે આ તારા સિંહ દરેક પડકારનો સામનો કરવા તૈયાર છે.' તેમની આ પોસ્ટ પર ફોલોઅર્સે કમેન્ટ સેક્શનમાં પોતાનો ઉત્સાહ દર્શાવ્યો છે. 

એક યુઝરે કમેન્ટ કરી, 'હું ઘણા વર્ષોથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. હું ખૂબ જ ઉત્સાહિત છું. અન્ય એક યુઝરે લખ્યું, 'જો પોસ્ટર આટલા ખતરનાક છે તો ફિલ્મ કેવી હશે?'

Latest Stories