પ્રખ્યાત પંજાબી સિંગર અને રેપર હની સિંહ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ગાયકને ગેંગસ્ટર ગોલ્ડી બરાડ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ગોલ્ડી હાલ કેનેડામાં છે. ગોલ્ડીએ હની સિંહને ધમકીભર્યો વૉઇસ મેસેજ મોકલ્યો છે. જે બાદ સિંગરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આ અંગે ફરિયાદ કરી છે.
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી ગાયક હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી, કેનેડાથી વૉઇસ નોટ મોકલીપોલીસને આપેલી ફરિયાદમાં હની સિંહે જણાવ્યું કે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે તેને વોઈસ નોટ મોકલી છે. જેમાં તેણે ગાયકને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હની સિંહે તે વોઇસ નોટ પોલીસને આપી છે.
બીજી તરફ સિંગરની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી.
તમને જણાવી દઈએ કે ગોલ્ડી બરાડ એ જ ગેંગસ્ટર છે. જેનું નામ લોકપ્રિય પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર, ગોલ્ડીએ સિદ્ધુને મારવા માટે લોરેન્સ બિશ્નોઈ જેવા ખતરનાક ગુંડાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ દિવસોમાં ગોલ્ડી બરાડ કેનેડામાં છે. જેમની સામે NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો છે.