/connect-gujarat/media/post_banners/ff6adf514d26318869e9b98fa954996cf23b0848ec4c23c837cf3fe991747a49.webp)
સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત ગદર 2 રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ દ્વારા ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્મા અને સની દેઓલ 22 વર્ષ બાદ સાથે આવ્યા છે. ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે અને બંનેને સારો પ્રતિસાદ મળ્યો છે. હવે મેકર્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર હવે ફિલ્મને ભારતીય સેના તરફથી ગ્રીન સિગ્નલ મળી ગયું છે.
કહેવાય છે કે આ ફિલ્મ સૌથી પહેલા ભારતીય સેનાને બતાવવામાં આવી હતી. નિર્માતા ઇચ્છતા હતા કે તેમને ભારતીય સેના તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળે. વાસ્તવમાં, ભારતમાં સેના પર બનેલી કોઈપણ ફિલ્મને તેની રિલીઝ પહેલા સંરક્ષણ મંત્રાલય પાસેથીનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડે છે.હવે સમાચાર આવી રહ્યા છે કે રક્ષા મંત્રાલયે ફિલ્મ જોયા બાદ ક્લીનચીટ આપી છે અને ફિલ્મના વખાણ પણ કર્યા છે. જણાવી દઈએ કે ગદર 2નું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. ટીઝર જોયા પછી ચાહકો પહેલાથી જ ટ્રેલરને રિલીઝ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.