Connect Gujarat
મનોરંજન 

ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ જીફાની તારીખ જાહેર, બોલિવૂડના અનેક સેલિબ્રીટીઓ રહેશે હાજર

ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ જીફાની તારીખ જાહેર, બોલિવૂડના અનેક સેલિબ્રીટીઓ રહેશે હાજર
X

ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં આજે એની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે છેલ્લા 6 વર્ષથી અવિરતપણે યોજાઇ રહેલ ગુજરાતી ફિલ્મ એવોર્ડ જીફાને લઈને મોટી માહિતી સામે આવી છે. જીફા ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવે છે. આ એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેમાં જીફા એક્ટર ઓફ ધ યર, ફિલ્મ ઓફ ધ યર, ડાયરેક્ટર ઓફ ધ યર એમ ૨૪થી વધારે અલગ અલગ કેટેગરીમાં ગુજરાતી કલાકાર કસબીઓને સન્માન આપવામાં આવશે. જેના નોમીનેશન આજે જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેકને, જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલાં છ વર્ષથી જીફા કરી રહ્યો છે. ફંકશનમાં બોલીવુડના સ્ટાર્સ પણ ઉપસ્થિત રહેશે જેમાં કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી, પરેશ રાવલ, રેમો ડિસુઝા, શરમન જોશી સહિતના સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે.

Next Story