'હમ દિલ દે ચૂકે સનમ' ફૅમ એક્ટર વિક્રમ ગોખલેની હાલત નાજુક, છેલ્લા 15 દિવસથી પુણેની હોસ્પિટલ દાખલ

હમ દિલ દે ચૂકે સનમ' ફૅમ એક્ટર વિક્રમ ગોખલે હાલમાં હોસ્પિટલમાં એડમિટ

New Update
'હમ દિલ દે ચૂકે સનમ' ફૅમ એક્ટર વિક્રમ ગોખલેની હાલત નાજુક, છેલ્લા 15 દિવસથી પુણેની હોસ્પિટલ દાખલ

'હમ દિલ દે ચૂકે સનમ' ફૅમ એક્ટર વિક્રમ ગોખલે હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિક્રમ છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાશ મંગેશકર હોસ્પિટલમાં છે. ડૉક્ટર્સના તમામ પ્રયાસો બાદ પણ તેમની સ્થિતિમાં સહેજેય સુધારો થઈ શક્યો નથી. જો કે, ડૉકટરોએ વધુ કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, વિક્રમ ગોખલેનો પરિવાર તેમનાં સ્વાસ્થ્યની સ્થિતિ વિશે અપડેટ આપશે. વિક્રમ પોતાની પત્ની સાથે પુણેમાં જ રહે છે.

વિક્રમ ટીવી, મરાઠી થિયેટર, હિંદી સિનેમામાં એક્ટિવ રહ્યા છે. વિક્રમ ગોખલેએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ જ ઓળખ બનાવી છે. તેઓએ પોતાનાં કરિયર દરમિયાન અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તે સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં એશ્વર્યાનાં પિતાનાં પાત્રમાં નજર આવ્યા હતા. આ સિવાય તે 'ભૂલભૂલૈયા', 'દિલ સે', 'દે દના દન', 'હિચકી', 'નિકમ્મા', 'અગ્નિપથ', 'મિશન મંગલ' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે.

વિક્રમ ગોખલે ફિલ્મના અભિનેતા ચંદ્રકાંત ગોખલેનાં પુત્ર છે. વિક્રમ ગોખલેની દાદી કમલાબાઈ ગોખલે ભારતીય સિનેમાની પહેલી ફિમેલ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. ટેલિવિઝનમાં વિક્રમ ગોખલેએ પણ એક અલગ ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર 1989થી લઈને 1991ની વચ્ચે આવનાર ફેમસ શો 'ઉડાન'નાં પણ ભાગ હતા.

Latest Stories