IIFA 2024 એવોર્ડ્સની જાહેરાત, એનિમલ બેસ્ટ ફિલ્મ તો શાહરુખ ખાન બેસ્ટ એકટર !

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સાઉથ સિનેમા સુધીના લગભગ તમામ મોટા સિતારાઓ IIFA એવોર્ડ્સ માટે અબુ ધાબી પહોંચ્યા હતા. 28 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં IIFA 2024નું આયોજન

New Update
sarukh
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સાઉથ સિનેમા સુધીના લગભગ તમામ મોટા સિતારાઓ IIFA એવોર્ડ્સ માટે અબુ ધાબી પહોંચ્યા હતા. 28 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં IIFA 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બેસ્ટ એક્ટરથી લઈને બેસ્ટ ફિલ્મ સુધીની કેટેગરીમાં અને ખાસ કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા.જેમાં શાહરૂખ ખાનએ પોતાની 'જવાન' ફિલ્મનો જલવો બતાવી બેસ્ટ અભિનેતાનો ખિતાબ જીત્યો, તો રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'એ 5 એવોર્ડ જીત્યા હતા.
એવોર્ડનું લિસ્ટ

બેસ્ટ ફિલ્મ: એનિમલ (ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા)
બેસ્ટ ડાયરેક્ટર: વિધુ વિનોદ ચોપરા - 12th ફેલ
બેસ્ટ એક્ટર: શાહરૂખ ખાન - જવાન
બેસ્ટ એક્ટ્રેસ: રાની મુખર્જી - મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે
બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટર: અનિલ કપૂર - એનિમલ
બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટ્રેસ: શબાના આઝમી - રોકી ઔર રાની કી પ્રેમ કહાની
નેગેટિવ રોલમાં બેસ્ટ પરફોર્મન્સ: બોબી દેઓલ - એનિમલ
બેસ્ટ સંગીત નિર્દેશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર - એનિમલ
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (પુરુષ): ભૂપિન્દર બબ્બલ - અર્જન વેલી (એનિમલ)
શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી): શિલ્પા રાવ - ચલેયા (યુવાન)
Latest Stories