/connect-gujarat/media/media_files/2025/11/01/tenis-2025-11-01-20-43-02.jpg)
ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ પોતાના 22 વર્ષના કરિયરને નિવૃત્તિ જાહેર કરી છે. 45 વર્ષીય બોપન્નાએ પેરિસ માસ્ટર્સ 1000 ટુર્નામેન્ટમાં પોતાની છેલ્લી મેચ રમી હતી. આ વર્ષે બોપન્નાએ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે નંબર 1 ડબલ્સ રેન્કિંગમાં પહોંચનાર વિશ્વનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યાં હતાં.
પોતાની નિવૃત્તિ અંગે, તેમણે કહ્યું, "એ કામને કે પ્રવૃતિને અલવિદા કહેવું મુશ્કેલ છે જેને તમારા જીવનમાં આટલો અર્થ આપ્યો છે? 20 વર્ષથી વધુની આ સફરનો અંત આવ્યો છે. હું ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ ગર્વની વાત રહી છે. જ્યારે પણ હું કોર્ટ પર પગ મૂકતો હતો, ત્યારે હું ભારતીય ધ્વજ માટે રમતો હતો."
બે વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા, મેથ્યુ એબડેન સાથે 2024 ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ટાઇટલ અને ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે 2017 ફ્રેન્ચ ઓપન મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું. તે ચાર અન્ય ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પણ રમી ચૂક્યો છે.
ગુડબાય, પણ અંત નહીં...
રોહન બોપન્નાએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની નોંધ શેર કરતા લખ્યું, "ગુડબાય, પણ અંત નહીં." તેમણે કહ્યું કે ટેનિસ તેમના માટે માત્ર એક રમત નથી, પરંતુ તે તેમના જીવનને અર્થપૂર્ણ બનાવે છે અને તે મારા જીવનને ગતિશીલ બનાવે છે.