New Update
/connect-gujarat/media/media_files/2024/10/31/TW6AYZECbIXQEzZNGcar.jpg)
આ વર્ષની શરૂઆત આવેલી પ્રશાંત વર્માની ફિલ્મ 'હનુમાન'ને લોકોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. તેજા સજ્જા મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મના રિલીઝ દરમિયાન તેણે સિક્વલની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મની સિક્વલ 'જય હનુમાન'ના નામ સાથે આવી રહી છે. દિવાળી પહેલા આ ફિલ્મની પહેલી ઝલક શેર કરવામાં આવી છે.'જય હનુમાન'નો ફર્સ્ટ લુક મેકર્સ દ્રારા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. મુખ્ય રોલમાં 'કંતારા' ફેમ ઋષભ શેટ્ટી જોવા મળશે. પોસ્ટરમાં તે હનુમાન'ના રૂપમાં જોવા મળે છે અને તેના હાથમાં ભગવાન શ્રી રામની મૂર્તિ છે.
પોસ્ટર શેર કરતી વખતે, મેકર્સે કેપ્શન લખ્યું છે, 'કળિયુગમાં પૂરું થશે ત્રેતાયુગનું વચન'. નેશનલ એવોર્ડ વિજેતા એક્ટર ઋષભ શેટ્ટી અને ડિરેકટર પ્રશાંત વર્મા ભક્તિ અને હિંમતની પૌરાણિક કથાને પડદા પર લાવી રહ્યા છે.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/09/pm-2025-07-09-21-39-35.jpg)
LIVE