/connect-gujarat/media/post_banners/b3d58a6cdb1861393c5cfc80c93dcbb2af748d590f4e5fb6a82b3d376a672b2a.webp)
શુક્રવારે સીબીઆઈની વિશેષ અદાલતે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે. 'આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો સાબિત થયા નથી. તેથી, તે નિર્દોષ ઠેરવવામાં આવે છે. ચુકાદા સમયે સૂરજ કોર્ટરૂમમાં હાજર હતો. સૂરજ પર એક્ટ્રેસને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જિયાએ 3 જૂન, 2013ના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી.હવે ઘટનાના 10 વર્ષ બાદ આ અંગે નિર્ણય આવ્યો છે. જિયાની માતાની ફરિયાદ પર અભિનેતા અને બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. જિયાના ઘરેથી પોલીસને 6 પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી. આ મુજબ સૂરજ સાથે બગડતા સંબંધોને કારણે જિયા ખૂબ જ પરેશાન હતી. આ પછી જિયાની માતા રાબિયા ખાને સૂરજ સામે કેસ દાખલ કર્યો હતો. સૂરજ અભિનેતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનો પુત્ર છે.