કલ્કિએ શાહરુખની જવાનનો રેકોર્ડ તોડ્યો, માત્ર આટલા જ દિવસમાં કરી 500 કરોડની કમાણી

મનોરંજન | સમાચાર પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી

kalki
New Update

પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને અમિતાભ બચ્ચન જેવા કલાકારો અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 એડી' બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ તોડી રહી છે અને બનાવી રહી છે. પહેલા અઠવાડિયામાં ફિલ્મે શાનદાર કમાણી કરી જ હતી અને બીજા અઠવાડિયામાં પણ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે.

આ ફિલ્મે ભારતમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, તે પણ માત્ર 11 દિવસમાં. આ સાથે 'કલ્કી 2898 એડી' 500 કરોડના ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે જ ફિલ્મે શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નો રેકોર્ડ તોડી નાખ્યો છે.શાહરૂખ ખાનની જવાનને 13 દિવસ અને રણબીર કપૂરની એનિમલને 500 કરોડની ક્લબમાં પ્રવેશવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો.

#“કલ્કિ”
Here are a few more articles:
Read the Next Article