/connect-gujarat/media/media_files/BdiFIzvEgJ8wXasZfTSs.jpg)
કમલ હાસન સ્ટારર ફિલ્મ 'હિન્દુસ્તાની 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 37 સેકન્ડનું આ ટ્રેલર એક્શન અને દેશભક્તિ દર્શાવે છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ અને રકુલ પ્રીત સિંહ પણ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યા છે.
કમલ હાસનની એન્ટ્રી જબરદસ્ત એક્શન સાથે છે. જે તંત્રની ગંદકી સાફ કરવા માટે અનેક અલગ-અલગ અવતારમાં દેખાય છે. ટ્રેલરમાં કમલ હાસન કહે છે - 'આ સ્વતંત્રતાનો નવો જન્મ છે. અહીં તમે ગાંધીના માર્ગ પર છો, હું નેતાજીના માર્ગ પર છું.'- ટ્રેલરના અંતમાં કમલ હાસન કહે છે, 'હવે ટોમ એન્ડ જેરીની રમત શરૂ થઈ ગઈ છે. 69 વર્ષની ઉંમરે કમલ હાસનની જબરદસ્ત એક્શન વખાણવા લાયક છે.'ફિલ્મ 'હિન્દુસ્તાની 2' 12 જુલાઈએ અનેક ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ 1996માં આવેલી તમિળ બ્લોકબસ્ટર 'ઇન્ડિયન'ની સિક્વલ છે. હવે 28 વર્ષ બાદ આ ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થવા માટે તૈયાર છે.