/connect-gujarat/media/media_files/2025/01/20/vW7PfWSBpOzvdQf2I57P.jpg)
શોસલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ ૧૮' ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કરણવીર મહેરાએ બધા સ્પર્ધકોને હરાવીને જીત મેળવી છે. ના રનર અપ વિવિયન ડીસેના રહ્યો હતો. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી કરણવીર મેહરાએ પોતાની ગેમથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. આ જ કારણ છે કે તે શોનો વિજેતા બન્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી કરણવીર મેહરા વોટિંગ ટ્રેડમાં સૌથી આગળ ચાલી રહ્યો હતો. જોકે, વિવિયન ડીસેનાએ પણ તેને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ ટ્રોફી જીતી શક્યો નહીં. આ દરમિયાન કરણનો પરિવાર અને ચાહકો તેની જીતની ઉજવણી કરી રહ્યા છે. આ શોમાં વિવિયન ડીસેના બીજા ક્રમે રહ્યો, જ્યારે રજત દલાલ ત્રીજા ક્રમે, અવિનાશ મિશ્રા ચોથા ક્રમે અને ચુમ દરાંગ પાંચમા ક્રમે રહી હતી.
સલમાન ખાનના શો 'બિગ બોસ સીઝન 18' ની ટ્રોફી કરણવીર મેહરાના ઘરે પહોંચી હતી. શોની ટ્રોફીની સાથે કરણે ઈનામી રકમ તરીકે 50 લાખ રૂપિયાની મોટી રકમ પણ જીતી છે. શોમાં રનર અપ રહેલા વિવિયન ડિસેનાને પણ ખાસ ઇનામો મળ્યા છે.