/connect-gujarat/media/post_banners/b49e7366aceca1a10288a65d0e6038d32341f60808dd6da6262889af11df8e17.webp)
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી નોટિસ મળી છે. અભિનેત્રીના પુસ્તકમાં બાઈબલ શબ્દના ઉપયોગને લઈને નોટિસ જારી કરવામાં આવી છે. કરીના કપૂર 'ખાન પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી' નામના પુસ્તકને લઈને વિવાદમાં ફસાઈ છે.
કરીના કપૂર ખાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કરીનાના પુસ્તકના ટાઈટલને લઈને ભારે વિવાદ છેડાઈ ગયો છે. આ પુસ્તકને કારણે તે મોટી મુશ્કેલીમાં આવી છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી' લોન્ચ કર્યું હતું. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અરજીકર્તાની અરજી પર કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે. અભિનેત્રી આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં વકીલે પુસ્તકના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કરીનાએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કરીના કપૂર ખાનના પુસ્તક 'પ્રેગ્નન્સી બાઈબલ'ના વિવાદે તેને મુશ્કેલીમાં મૂકી દીધી છે.