કોરિયન અભિનેત્રી Park Soo Ryunનું 29વર્ષની વયે થયું નિધન

New Update
કોરિયન અભિનેત્રી Park Soo Ryunનું 29વર્ષની વયે થયું નિધન

કોરિયન અભિનેત્રી Park Soo Ryunનું અચાનક નિધન થયું છે. જણાવી દઈએ કે તે માત્ર 29 વર્ષની હતી. રિપોર્ટ્સ અનુસાર 11 જૂને Park Soo Ryun ઘરે જતા સમયે સીડી પરથી નીચે પડી ગઇ હતી. જો કે, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આમાં તેઓ નિષ્ફળ જતાં અભિનેત્રીને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી.

મહત્વનું છે કે અભિનેત્રીને એક દિવસ પછી જ જેજુ આઇલેન્ડમાં પરફોર્મ કરવાનું હતું. Park Soo Ryunના નિધનથી કોરિયન ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના ચાહકો પણ શોકમાં છે. અકસ્માત બાદ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા પણ સફળ થઈ શક્યા નહીં. દુર્ઘટના બાદથી અભિનેત્રી કોઈ પ્રતિક્રિયા આપી રહી ન હતી. જે બાદ તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. એવામાં હવે અભિનેત્રીના મૃત્યુ બાદ તેના પરિવારે મોટો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે પાર્ક સૂએ વર્ષ 2018 માં "ઇલ ટેનોર" થી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે "ફાઇન્ડિંગ કિમ જોંગ વૂક", "પાસિંગ થ્રુ લવ", "સિદ્ધાર્થ," અને "ધ ડે વી લવ્ડ" જેવા ઘણા શોમાં જોવા મળી હતી.

Latest Stories