Connect Gujarat
મનોરંજન 

બોક્સ ઓફિસ પર Leoની શાનદાર કમાણી,વિજયની ફિલ્મએ પહેલા જ દિવસે શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડ્યો

બોક્સ ઓફિસ પર Leoની શાનદાર કમાણી,વિજયની ફિલ્મએ પહેલા જ દિવસે શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડ્યો
X

ઘણા વિવાદો બાદ સાઉથ સુપરસ્ટાર થલપથી વિજયની ફિલ્મ Leo આખરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. વિજયના ચાહકો તેની ફિલ્મ જોઈને દિવાના થઈ ગયા છે. Leo ઓનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન પણ શાનદાર રહેવાનું છે. બોક્સ ઓફિસના શરૂઆતી ટ્રેન્ડ બહાર આવ્યા છે.

વિજયની ફિલ્મ Leoએ પહેલા જ દિવસે શાહરૂખ ખાનની જવાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Leo એ રજનીકાંતની ફિલ્મ જેલરની કમાણીને પણ પાછળ છોડી દીધી છે.

ફિલ્મ Leo ભારતમાં પહેલા દિવસે 68 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ તમામ ભાષાઓમાં ભારતમાં લગભગ 80 કરોડનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. SACNILCના રિપોર્ટ અનુસાર, લિયો પ્રથમ દિવસે તમિલનાડુમાં લગભગ 32 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. આ ફિલ્મ કેરળમાં લગભગ 12.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. અને કર્ણાટકમાં આ ફિલ્મ લગભગ 14.50 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી શકે છે. લિયોના ઓવરસીઝ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ લગભગ 65 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. લીઓ ફિલ્મ વિશ્વભરમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.

Next Story