/connect-gujarat/media/post_banners/b849f033beba15735decc7e055bd9bbca29a46e4f4f7c991873ae00548cb69a5.webp)
લોકપ્રિય મલયાલમ ફિલ્મ નિર્માતા પીવી ગંગાધરનનું 13 ઓક્ટોબર, શુક્રવારે નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે વય સંબંધિત બીમારીઓને કારણે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આજે તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા હેન્ડલર X પર ટ્રેડ એનાલિસ્ટ શ્રીધર પિલ્લઈએ ફિલ્મ નિર્માતાના નિધનની માહિતી આપતા લખ્યું કે, “પીવી ગંગાધરન (80) પીઢ મલયાલમ ફિલ્મ નિર્માતા, KTC ગ્રુપના સ્થાપકોમાંના એક અને માતૃભૂમિના બોર્ડ સભ્યનું કોઝિકોડમાં નિધન થયું છે. PVG, જેમ તેમને કહેવામાં આવતું હતું, તેમણે ગૃહલક્ષ્મી પ્રોડક્શન્સ હેઠળ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને રાજ્ય અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. ફિલ્મ નિર્માતા કેટી કુંજુમને પણ તેના X હેન્ડલ પર શેર કરતા લખ્યુ કે, “મારા સૌથી પ્રિય મિત્ર, પીઢ નિર્માતા શ્રી પી.વી. ગંગાધરનના દુ:ખદ અવસાન વિશે સાંભળીને ઊંડો આઘાત લાગ્યો છે.”