લોકપ્રિય સીરિયલ 'અનુપમા શોના સેટ પર લાગી ભીષણ આગ

ટીવીની તાજેતર લોકપ્રિય સીરિયલ 'અનુપમા' એ દર્શકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ માં 'અનુપમા' વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

New Update
aag anupma

ટીવીની તાજેતર લોકપ્રિય સીરિયલ 'અનુપમા' એ દર્શકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ માં 'અનુપમા' વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે શોના સેટ પર ભીષણ આગ લાગી છે, જેમાં આખો સેટ બળીને ખાખ થઈ ગયો છે. સેટ પર સવારે 5:00 વાગ્યે આગ લાગી હતી, જ્યારે બે કલાક પછી એટલે કે સવારે 7:00 વાગ્યે શોનું શૂટિંગ શરૂ થવાનું હતું જેના માટે કલાકારો અને ક્રૂએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. 

AICWA એ આ  આગની તપાસની માંગ કરી છે. અહેવાલો અનુસાર, આગમાં આખો સેટ બળી ગયો હતો. ઘટના સમયે ઘણા કર્મચારીઓ અને ક્રૂ મેમ્બર્સ ફ્લોર પર હાજર હતા, જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

મીડિયા અહેવાલ અનુસાર  જો 'અનુપમા'ના સેટ પર શૂટિંગ સમયપત્રક મુજબ શરૂ થયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. રાજન શાહીના શોનો સેટ નાશ પામ્યો છે, જ્યારે અન્ય શોના સેટ આગમાંથી માંડ માંડ બચી ગયા છે.