કલર્સ ગુજરાતીના લોકપ્રિય શો રાશિ રિક્ષાવાળીના સેટ પર અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની યાદગાર મુલાકાત…

New Update
કલર્સ ગુજરાતીના લોકપ્રિય શો રાશિ રિક્ષાવાળીના સેટ પર અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની યાદગાર મુલાકાત…

કલર્સ ગુજરાતીના લોકપ્રિય શો રાશિ રિક્ષાવાળીના 700 એપિસોડ તાજેતરમાં જ પુરા થયા. શો તેની શરૂઆતથી જ મહિલાઓ અને બાળકોમાં અત્યંત લોકપ્રિય રહ્યો છે. કારણ કે, તેનો કન્ટેન્ટ લોકોને જકડી રાખે છે....

રાશિ રિક્ષાવાળીના 700 એપિસોડની ઉજવણીના ભાગરૂપે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રેડ 3ના વિધાર્થીઓએ રાશિ રિક્ષાવાળીના સેટ ઉપર શોના કલાકારો સાથે મુલાકાત કરી હતી, અને તેમની સાથે વાર્તાલાપ કરી અને સમય ગાળ્યો હતો. ગ્રેડ-3ના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મ મેકિંગની વિવિધ તકનીકો વિષે પૂછપરછ કરવામાં આવી હતી, તેઓએ ધ્યાનપૂર્વક શોનું મેકિંગ પણ નિહાળ્યું હતું. રાશિનું પાત્ર ભજવનાર લોકપ્રિય કલાકાર પ્રિયલ ભટ્ટે જણાવ્યું કે "અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો સાથે વિતાવેલો સમય યાદગાર રહ્યો અને આ બાળકોની શો નિર્માણ પ્રત્યેની રુચિ અને ઇન્ટરેસ્ટ જોઈ અમને ખુબ જ મજા આવી. થોડાક સમય માટે અમે સૌ કલાકારો પણ બાળક બની ગયા હતા, અમારો અનુભવ અદભુત રહ્યો".