મૂંજ્યા ફિલ્મે 10 દિવસમાં રૂ.50 કરોડથી વધુનુ કલેક્શન કર્યું, વિકેન્ડમાં કર્યો સારો બિઝનેસ

શર્વરી, અભય અને મોના સિંહ સ્ટારર ફિલ્મ 'મુંજ્યા'એ 10 દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. રવિવારે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 8 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

 'મુંજ્યા'

કલેક્શન

New Update

શર્વરી, અભય અને મોના સિંહ સ્ટારર ફિલ્મ 'મુંજ્યા'એ 10 દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. રવિવારે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 8 કરોડ 75 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે 'મુંજ્યા'નું કુલ કલેક્શન 55.75 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.રવિવારે ફિલ્મનો એકંદર વ્યવસાય 46.35% હતો. મોર્નિંગ શોની ઓક્યુપન્સી 24.12% હતી, બપોરના શોમાં 51.37%, સાંજના શોમાં સૌથી વધુ 61.43% અને રાત્રીના શોમાં 48.47% હતો. વાર્તાની મરાઠી પૃષ્ઠભૂમિને કારણે, આ ફિલ્મને મુંબઈ (60%) અને પુણે (57.75%)માં સૌથી વધુ ઓક્યુપન્સી મળી રહી છે.

#કલેક્શન
Here are a few more articles:
Read the Next Article