63 દેશોની સુંદરીઓમાંથી મુંબઈની સરગમ કૌશલે મિસ વર્લ્ડ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો.

New Update
63 દેશોની સુંદરીઓમાંથી મુંબઈની સરગમ કૌશલે મિસ વર્લ્ડ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો.

ભારતની દીકરીએ ફરી એકવાર કમાલ કરી છે. મુંબઈની સરગમ કૌશલે મિસ વર્લ્ડ 2022ની સ્પર્ધા જીતીને ભારતીયોનું ગૌરવ વધાર્યું છે. 63 દેશોની સુંદરીઓને પાછળ રાખીને સરગમ કૌશલે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાને નામે કરી લીધો હતો. 21 વર્ષ બાદ ભારતને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે જે દેશ માટે ગર્વની વાત છે. આ સ્પર્ધાના છેલ્લા રાઉન્ડ (મિસિસ વર્લ્ડ 2022) માટે સરગમ કૌશલે ભાવના રાવ દ્વારા ડિઝાઇન કરેલું ગુલાબી સ્લિટ શાઇની ગાઉન પહેર્યું હતું. અમેરિકાના લાસ વેગાસમાં આત્મવિશ્વાસ અને સુંદરતા સાથે પહોંચેલી સરગમ કૌશલ મિસિસ વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારત પાછી ફરી હતી.

2022ની મિસિસ વર્લ્ડ ઇવેન્ટ યુ.એસ. માં યોજાઇ હતી. 21 વર્ષ બાદ જ્યારે મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતના નામ પર રાખવામાં આવ્યો ત્યારે સરગમ કૌશલ સ્ટેજ પર ભાવુક થઈ હતી અને તેને જ્યારે મિસિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તે રડી પડી હતી.

Latest Stories