Connect Gujarat
મનોરંજન 

National Youth Day : આ બોલિવૂડ ફિલ્મો છે યુવાનો પર આધારિત, આપે છે આગળ વધવાની પ્રેરણા

યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પણ છે,

National Youth Day : આ બોલિવૂડ ફિલ્મો છે યુવાનો પર આધારિત, આપે છે આગળ વધવાની પ્રેરણા
X

યુવા દિવસ દર વર્ષે 12 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પણ છે, જેને 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના વિચારો માટે યાદ કરવામાં આવે છે. જે રીતે સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને આગળ વધવાની પ્રેરણા આપે છે તેવી જ રીતે બોલીવુડની ઘણી ફિલ્મો છે જે યુવાનોને આગળ વધવાનું શીખવે છે. તો ચાલો જાણીએ એ ફિલ્મો વિશે...

છિછોરે

વર્ષ 2019માં રિલીઝ થયેલી દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' યુવાનો પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા યુવાનોને હાર બાદ પણ જીવનમાં આગળ વધતા શીખવે છે. આ ફિલ્મમાં સુશાંત એક છૂટાછેડા લીધેલા પિતાના રોલમાં જોવા મળ્યો હતો જેનો પુત્ર અભ્યાસના તણાવમાંથી પસાર થઈ રહ્યો છે. જ્યારે પુત્ર નિષ્ફળ જાય છે, ત્યારે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પછી સુશાંત, એક પિતા તરીકે, તેના પુત્રને કહે છે કે તે કોલેજ લાઇફમાં કેવી રીતે પાછળ હતો, પરંતુ તેણે જીવવાની હિંમત ન છોડી અને પછીથી ટોપર બન્યો. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા લીડ રોલમાં જોવા મળ્યા હતા. 'છિછોરે'નું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું.

12th ફેઇલ

દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '12મી ફેલ' એ દરેક યુવાનો માટે પ્રેરણા છે જે ગરીબીનું ચક્ર તોડવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક ગરીબ પરિવારનો દીકરો સંઘર્ષ કરીને IPS ઓફિસર બને છે. યુવાનોની ધીરજ અને પરિશ્રમની આ સત્ય ઘટના છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં છે.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા' પણ યુવાનો પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં રિતિક રોશન, અભય દેઓલ, ફરહાન અખ્તર, કલ્કી અને કેટરીના કૈફ જોવા મળ્યા હતા. ફિલ્મ 'ઝિંદગી ના મિલેગી દોબારા' આપણને કોઈપણ અફસોસ વિના જીવનને સંપૂર્ણ રીતે જીવવાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ આપે છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી.

જાને તુ યા જાને ના

અભિનેતા પ્રતિક બબ્બરની પ્રથમ ફિલ્મ 'જાને તુ યા જાને ના' યુવા કેન્દ્રિત ફિલ્મ છે. પ્રતિક સિવાય આ ફિલ્મમાં જેનેલિયા ડિસોઝા અને ઈમરાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની વાર્તા આધુનિક પ્રેમ અને મિત્રતા પર આધારિત છે. આ ફિલ્મ વર્ષ 2008માં રિલીઝ થઈ હતી. ફિલ્મ 'જાને તુ યા જાને ના' દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

રંગ દે બસંતી

ફિલ્મ 'રંગ દે બસંતી' આજે પણ યુવાનો પર આધારિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં તમામ યુવા મિત્રોએ સાથે મળીને સત્ય બહાર લાવવા માટે ભગતસિંહ અને રાજગુરુ જેવા ક્રાંતિકારીઓના માર્ગને અનુસર્યા હતા. આ ફિલ્મમાં આમિર ખાન, સોહા અલી ખાન, કુણાલ કપૂર અને આર માધવન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી.

Next Story