/connect-gujarat/media/post_banners/e24f717d4574f42836cd1ddbcfdd20266e9eed495fc271a2e5b254f62fc1763e.webp)
આ અઠવાડિયે સિનેમાઘરોમાં એક નહી પણ 4 મોટા અભિનેતાઓની ફિલ્મ રિલીઝ થઈ હતી. નોર્થ ઈન્ડિયામાં સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG-2 ગયા શુક્રવારના રોજ રિલીઝ થઈ હતી. બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસમાં જોરદાર ટક્કર હોવાની ચર્ચાઓ થઈ રહી હતી. આ ટક્કરમાં પહેલા દિવસે સની દેઓલ અને અક્ષય કુમારની ફિલ્મે મોટી કમાણી કરી હતી. તો બીજી બાજુ સાઉથમાં બે મોટા સ્ટાર ચિરંજીવી અને રજનીકાંતની ફિલ્મ રિલીઝ થઈ છે. બન્ને ફિલ્મોમાં કાંટાની જેમ ટક્કર જોવા મળી હતી. રજનીકાંતની જેલર 10 ઓગસ્ટના રોજ તો ચિરંજીવીની ભોલાશંકર 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી. જેલરે પહેલા જ દિવસે દેશમાં રેકોર્ડ તોડી 48 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે એટલે કે શુક્રવારના રોજ ભોલાશંકર પણ રિલીઝ થઈ હતી. ચિરંજીવીની ભોલાશંકરે પહેલા દિવસે 10 કરોડની મોટી કમાણી કરી હતી. તો જેલરની કમાણીમાં શુક્રવારના રોજ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેલરે શુક્રવારના રોજ 24 કરોડની કમાણી કરી હતી. આવામાં જોવા જઈએ તો શુક્રવારના રોજ બન્ને ફિલ્મોએ જોરદાર ટક્કર આપી રહેલી જોવા મળી હતી.