નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ કર્જતના એનડી સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. કર્જત મુંબઈથી લગભગ 65 કિમી દૂર છે. છેલ્લાં 20 વર્ષથી આ બોલિવૂડનું ફેવરિટ શૂટિંગ ડેસ્ટિનેશન છે. 2005માં એનડી સ્ટુડિયો કર્જતમાં બનાવવામાં આવ્યો હતો. આ એનડી સ્ટુડિયોમાં 'મંગલ પાંડે- ધ રાઇઝિંગ'નું સૌથી પહેલા શૂટિંગ થયું હતું. ત્યારબાદ મધુર ભંડારકરની 'ટ્રાફિક સિગ્નલ' અને આશુતોષ ગોવારીકરની 'જોધા અકબર'નું શૂટિંગ થયું. આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય અને હૃતિક રોશન 6 મહિના સુધી સેટ પર રહ્યાં હતાં. 'વૉન્ટેડ', 'બોડીગાર્ડ', 'પ્રેમ રતન ધન પાયો', 'કિક' જેવી સલમાન ખાનની દરેક મોટી ફિલ્મનું શૂટિંગ અહીં થયું છે. મે મહિનામાં એક જાહેરાત એજન્સીએ દેસાઈ પર 51.7 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. એજન્સીએ કહ્યું હતું કે ત્રણ મહિનાથી કામ પૂરું થવા છતાં દેસાઈએ પૈસા ચૂકવ્યા નથી. જોકે, નીતિન દેસાઈએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે એજન્સીએ ભૂતકાળમાં પણ તેની સામે આવા આરોપો લગાવ્યા હતા.
જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા, પોતાના જ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાધો.....
નીતિન ચંદ્રકાંત દેસાઈનો મૃતદેહ કર્જતના એનડી સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
New Update