જાણીતા ટીવી અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે નિધન

New Update
જાણીતા ટીવી અભિનેતા નિતેશ પાંડેનું 51 વર્ષની વયે નિધન

બુધવારની સવાર ટીવી ઈન્ડસ્ટ્રી માટે આઘાતજનક રહી. 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'ની અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે, ત્યારે આ સમાચારના થોડા કલાકો બાદ જ જાણીતા ટીવી અભિનેતા નિતેશ પાંડેના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. અભિનેતાનું 51 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટ બાદ અવસાન થયું છે. નિતેશ સિરિયલ 'અનુપમા'માં ધીરજ કપૂરનો રોલ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિતેશને મંગળવારે બપોરે 2 વાગ્યે નાસિક નજીક ઇગતપુરીમાં કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. તે અહીં શૂટિંગ માટે આવ્યો હતો. કાર્ડિયાક અરેસ્ટ પછી તરત જ નિતેશનું અવસાન થયું હતું.

ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ નિતેશના સાળા, નિર્માતા સિદ્ધાર્થ નાગરે અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. નાગરે કહ્યું, "હા તમે સાચું સાંભળ્યું. મારા બ્રધર ઇન લો હવે નથી. મારી બહેન અર્પિતા પાંડે આઘાતમાં છે. નિતેશના પિતા તેનો મૃતદેહ લેવા ઇગતપુરી જવા રવાના થયા છે. તે બપોર સુધીમાં અહીં પહોંચી જશે. "અમે બિલકુલ સંપૂર્ણ સુન્ન થઈ ગયા છીએ. આ ઘટનાપછી હું અર્પિતા સાથે વાત પણ કરી શક્યો નથી.

Latest Stories