Connect Gujarat
મનોરંજન 

પહેલા જ દિવસે ચાલ્યો “શૈતાન”નો જાદુ ! અજય દેવગનની ફિલ્મે કરી આટલા કરોડની કમાણી

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ ગઈ કાલે એટલે કે 8મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

પહેલા જ દિવસે ચાલ્યો “શૈતાન”નો જાદુ ! અજય દેવગનની ફિલ્મે કરી આટલા કરોડની કમાણી
X

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ ગઈ કાલે એટલે કે 8મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હની ‘શૈતાન’ની રિલીઝ પહેલા જ સમાચારોમાં હતી. ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગના મામલે શાનદાર બિઝનેસ કર્યો હતો. જે બાદ દરેકને ‘શૈતાન’ના ઓપનિંગ કલેક્શન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મના પહેલા દિવસના આંકડા પણ સામે આવ્યા છે.જ્યારથી અજય દેવગનની હોરર ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી જ ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની રિલીઝનો આજે બીજો દિવસ છે. એડવાન્સ બુકિંગના આંકડાઓ જોતા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે શૈતાન પહેલા દિવસે 8થી 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. પરંતુ પહેલા દિવસની કમાણીથી મેકર્સ ઘણા ખુશ છે. ફિલ્મની શરૂઆત સારી માનવામાં આવે છે.લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ એ પહેલા દિવસે 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 60થી 65 કરોડના ખર્ચે બનેલા શૈતાનના આ આંકડા હજુ પ્રાથમિક છે. આમાં હજુ પણ કેટલાક ફેરફારો થઈ શકે છે. પરંતુ આ આંકડાઓ ઉત્તમ માનવામાં આવી રહ્યા છે અને શનિવાર અને રવિવારની કમાણીમાં ઉછાળો આવવાની અપેક્ષા છે.

Next Story