Connect Gujarat
મનોરંજન 

રામ નવમીના અવસર પર ફિલ્મ 'આદિપુરુષ' નું નવું પોસ્ટર થયું રિલીઝ

રામ નવમીના અવસર પર ફિલ્મ આદિપુરુષ નું નવું પોસ્ટર થયું રિલીઝ
X

આજે ભગવાન શ્રી રામની જન્મજયંતિ એટલે કે રામ નવમીનો તહેવાર છે અને દેશભરમાં રામ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. એવામાં આ તહેવાર પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક નવું કિરણ દેખાઈ રહ્યું છે. રોશની ઝગમગાટ અને મંત્રોચ્ચાર સાથે રામ નવમીની સવારે બાહુબલી ફિલ્મના ફેમ એકટર પ્રભાષએ આદિપુરુષ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તમામ સ્ટાર્સ રામ દરબારના પોઝમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયું ફિલ્મ 'આદિપુરુષ'નું પોસ્ટર

નોંધનીય છે કે આ પોસ્ટરમાં પ્રભાસ રામ અને કૃતિ સેનન સીતાના રૂપમાં જોવા મળ્યા છે. આ સાથે જ સન્ની સિંહ લક્ષ્મણ અને દેવદત્ત નાગે બજરંગબલીની ભૂમિકામાં છે. હનુમાનજી રામ, સીતા અને લક્ષ્મણની સામે નમસ્કાર કરતા જોવા મળે છે. સાથ જ આપણે બધા જાણીએ છીએ કે આ ફિલ્મ ભગવાન શ્રી રામના ગુણોને દર્શાવવા જઈ રહી છે. હાલ એવું લાગી રહ્યું છે કે આ પોસ્ટરમાં શ્રી રામના ભક્તો દ્વારા પૂજવામાં આવતા રામ દરબારને ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યો છે.

Next Story