Connect Gujarat
મનોરંજન 

મહાદેવ સટ્ટાબાજી એપમાં વધુ એક બૉલીવુડ સ્ટારનું નામ જોડાયું, નોંધાઈ FIR

મહાદેવ સટ્ટાબાજી એપમાં વધુ એક બૉલીવુડ સ્ટારનું નામ જોડાયું, નોંધાઈ FIR
X

મહાદેવ સટ્ટાબાજી એપ કેસ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસને લઈને હંમેશા કેટલાક નવા અપડેટ આવતા રહે છે. જો કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસમાં ઘણા સ્ટાર્સના નામ સામે આવી ચૂક્યા છે. હવે આ કેસમાં વધુ એક નામ જોડાયું છે. એવા અહેવાલો છે કે, હવે આ કેસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ સામે આવ્યું છે અને તેની સામે FIR પણ નોંધવામાં આવી છે.

7 નવેમ્બરના રોજ મુંબઈ પોલીસે મહાદેવ બુક એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ અને શુભ સોની સહિત 31 લોકો વિરુદ્ધ છેતરપિંડી અને જુગારની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ મામલામાં 31 લોકોના નામ સામે એફઆઈઆર છે. જોકે હવે આ કેસમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ FIRમાં છે.

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલામાં 31 લોકો વિરુદ્ધ નોંધાયેલી FIRમાં સાહિલ ખાનનું નામ 26માં નંબર પર છે. આ કેસ આઈપીસીની કલમ 420, 467, 468, 471, 120 (બી) અને જુગાર અધિનિયમ, આઈટી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. આ મુજબ સાહિલ ખાન પર આરોપ છે કે તેણે ન માત્ર તેનો પ્રચાર કર્યો પરંતુ એપ ઓપરેટ કરીને મોટો નફો પણ મેળવ્યો. સાહિલ પર પોતાના પ્રભાવથી સેલિબ્રિટીઓને બોલાવવાનો અને પાર્ટીઓ ગોઠવવાનો આરોપ છે.

Next Story