8 વર્ષ બાદ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન કરશે બોલિવૂડમાં કમબેક

મનોરંજન | સમાચાર ,બોલિવૂડ ફિલ્મમાં ફવાદ ખાન વાણી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. ફિલ્મનું શીર્ષક હજુ જણાવવામાં આવ્યું નથી

New Update
Pakistani actor Fawad Khan

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 2016ની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ બાદથી કોઈ બોલિવૂડ ફિલ્મમાં જોવા મળ્યો નથી. ઉરીના હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હવે 8 વર્ષ બાદ ફવાદ બોલિવૂડમાં કમબેક કરવા માટે તૈયાર છે.

ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર, આ બોલિવૂડ ફિલ્મમાં ફવાદ ખાન વાણી કપૂર સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. ફિલ્મનું શીર્ષક હજુ જણાવવામાં આવ્યું નથી. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શનમાં છે. તેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને તેને લગતી માહિતી શેર કરવામાં આવશે.

ફવાદ ટૂંક સમયમાં વેબ સિરીઝ બરજાકમાં જોવા મળશે. આ સિરીઝમાં તેની સાથે સનમ સઈદ લીડ રોલમાં જોવા મળશે. આ સીરિઝ 19મી જુલાઈએ રિલીઝ થશે. કોઈપણ રીતે, ચાહકો ફવાદની ફિલ્મો અને શોની આતુરતાથી રાહ જોતા હોય છે.

Latest Stories