પંચમહાલ : "મેરે પાસ માં હૈ" ફિલ્મના શુટિંગ માટે ચાંપાનેર ખાતે અભિનેત્રી માધુરી દીક્ષિતનું આગમન...

New Update
પંચમહાલ : "મેરે પાસ માં હૈ" ફિલ્મના શુટિંગ માટે ચાંપાનેર ખાતે અભિનેત્રી માધુરી દીક્ષિતનું આગમન...

પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક ધરોહર ગણાતું ચાંપાનેર (પાવાગઢ) ખાતે ફિલ્મ જગતમાં "ધક ધક ગર્લ" અભિનેત્રી માધુરી દીક્ષિત "મેરે પાસ માં હે" હિન્દી ફીલ્મના શુટિંગ માટે આવી પહોચતા ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પાવાગઢ ખાતે બોલીવુડ ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિતને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, ચુસ્ત બંદોબસ્તને લઈ ચાહકો તેને મળી ન શકતા ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. પરંતુ ફીલ્મના શુટિંગ માટે જતા આવતા ચાહકોને હાથ ઉંચો કરી અભિનેત્રી માધુરી દીક્ષિતે અભિવાદન આપ્યા હતા. હિન્દી ફિલ્મની નાયિકા માધુરી દીક્ષિત આજે "મેરે પાસ માં હે" હિન્દી ફીલ્મનું શુટિંગ પંચમહાલ જિલ્લાનું ઐતિહાસિક ધરોહર ગણાતું ચાપાંનેર (પાવાગઢ) ખાતે 3 દિવસ માટે ચાલનાર છે. આ સાથે જ પાવાગઢના ચાંપાનેર ખાતે પણ ફિલ્મના શુટિંગ માટે પહોચતા ચાહકો મોટી સંખ્યામાં શુટિંગ પોઇન્ટ પર ઉમટી પડ્યા હતા.

Read the Next Article

આમિર ખાનની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત:રાષ્ટ્રપતિ ભવન ખાતે 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

New Update
amirkhn

આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ હાજર હતી. આ અંગે માહિતી આપતાં, ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર X પ્લેટફોર્મ પરથી સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો શેર કરવામાં આવી છે. પોસ્ટમાં આમિર ખાન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તસવીર જોવા મળે છે.

બીજી પોસ્ટમાં લખ્યું છે કે- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં 'સિતારે જમીન પર' જોયું હતું. આ ફિલ્મમાં રિયલ ન્યુરોડાયવર્જન્ટ પરિસ્થિતિઓથી પીડાતા લોકોને બતાવવામાં આવ્યા છે, જે વિવિધતા, સમાનતા અને સમાવેશનો સંદેશ આપે છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતા અને મુખ્ય એક્ટર આમિર ખાન અને ફિલ્મની ટીમ પણ હાજર હતી.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂને રિલીઝ થઈ છે. આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા ઉપરાંત, આ ફિલ્મમાં ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ એક બાસ્કેટબોલ કોચ પર આધારિત છે જે આ બાળકોનો કોચ બને છે.

Latest Stories