બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના એક રિપોર્ટ મુજબ પરિણીતી-રાઘવ 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે. આ દરમિયાન તેમના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતીની ટીમે પણ તેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આ કપલ ગુરુગ્રામમાં રિસેપ્શન પણ આપશે. જૂનમાં આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી-રાઘવ ઉદયપુરની 'ધ ઓબેરોય ઉદયવિલાસ' 5 સ્ટાર હોટેલમાં લગ્ન કરવાના હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર રાઘવ સાથેની એક તસવીર શેર કરતી વખતે, પરિણીતીએ લખ્યું, 'અમે માત્ર એક જ વાર સાથે બ્રેકફાસ્ટ કર્યો હતો અને મને ખબર હતી કે તેઓ મારા માટે પરફેક્ટ છે. તે મારા જીવનમાં સૌથી સુંદર, શાંત અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. મને ખરેખર તેમની કંપની, સમર્થન, મિત્રતા અને સમજણ ગમી છે.
પરિણીતી અને રાઘવ ટૂંક સમયમાં બંધાશે લગ્નના તાંતણે, 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમા કરશે ભવ્ય વેડિંગ.....
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
New Update