પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ લગ્નના તાંતણે બંધાય, સુંદર તસવીરો બહાર આવી

પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું

New Update
Screenshot_2024-12-17-07-45-39-85_40deb401b9ffe8e1df2f1cc5ba480b12

પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું છે. કૈરવી અમદાવાદમાં રહે છે અને તે સિંગરની સાથે સાથે ડેન્ટિસ્ટ પણ છે.લોકપ્રિય સિંગર કૈરવી બુચ અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયલિસ્ટ ડો. જયદિપ ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે. બંનેની તસવીરો સોશિયલ મિડિયા પર સામે આવી છે. રાજકોટ જયદિપનું હોમટાઉન એટલે કે વતન છે. જયદીપનું મૂળ વતન રાજકોટ છે પરંતુ તે હાલમાં અમદાવાદમાં છે.

ગુજરાતી સિંગર કૈરવી બૂચે અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયાલિસ્ટ ડો. જયદીપ ચૌહાણ સાથે 14 ડિસેમ્બરના પ્રભુતામાં પગલાં માંડ્યા છે. મળતી માહિતી મુજબ કૈરવી અને જયદીપના લગ્ન રાજકોટની હેરિટેજ હોટલમાં થયા. લગ્ન બાદ કૈરવીએ સોશિયલ મિડિયા પર તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં કૈરવી અને જયદીપ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. કૈરવીએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યો હતો અને જયદીપ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં જયદીપ કૈરવીને મંગળસૂત્ર પહેરાવતા જોવા મળે છે.

Latest Stories