લોકપ્રિય ગાયક અદનાન સામીની માતા નૌરીન સામી ખાનનું  નિધન

લોકપ્રિય ગાયક અદનાન સામીની માતા નૌરીન સામી ખાનનું  નિધન થયું છે. સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. તેણે તેની માતાની તસવીર સાથે એક

adnan
New Update

લોકપ્રિય ગાયક અદનાન સામીની માતા નૌરીન સામી ખાનનું  નિધન થયું છે. સિંગરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. તેણે તેની માતાની તસવીર સાથે એક ઈમોશનલ નોટ શેર કરી છે.અદનાન સામીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની માતાની તસવીર સાથે લખ્યું, 'અત્યંત અને અનંત દુઃખ સાથે હું જાહેરાત કરું છું કે મારી માતા નૌરીન સામી ખાનનું આજે નિધન થયું છે. અમે ઊંડા આઘાતમાં છીએ. તે એક અદ્ભુત સ્ત્રી હતી જેણે હંમેશા પ્રેમ અને ખુશી વહેંચી હતી. અમે તેને ખૂબ જ યાદ કરીશું. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના.

અલ્લાહ અમ્મીને જન્નત ઉલ ફિરદૌસથી નવાજે. આમીન.અદનાનની પોસ્ટ પર જેકી શ્રોફે ભાવુક થઈને લખ્યું છે કે, મેં પણ મારી માતા, પિતા અને ભાઈ ગુમાવ્યા છે. હું તમારી પીડા સમજી શકું છું. તમારી સંભાળ રાખો. તેમની આત્મા હંમેશા આપણી આસપાસ હોય છે. આ સમાચાર આવ્યા બાદથી ચાહકો અને નજીકના લોકો અદનાનને સાંત્વના આપી રહ્યા છે. અદનાનની માતા નૌરીન 77 વર્ષની હતી. 1947માં જન્મેલી નૌરીનના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Here are a few more articles:
Read the Next Article