પ્રભાસ ફિલ્મ કલ્કીએ 7 દિવસમાં 700 કરોડનું કર્યું વર્લ્ડવાઈડ કલેક્શન

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 400 કરોડ રૂપિયાનો નેટ આંકડો પાર કરી લીધો

New Update
કલ્કિ

કલ્કીને બોક્સ ઓફિસ પર આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું છે. આ ફિલ્મ દરરોજ તેની કમાણીના નવા આંકડા બનાવી રહી છે. પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 400 કરોડ રૂપિયાનો નેટ આંકડો પાર કરી લીધો છે. તેના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધીમાં 700 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે વૈશ્વિક અને સ્થાનિક વર્ઝનમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી.

બાહુબલી 2 પછી નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ કલ્કી પ્રભાસની કારકિર્દીની બીજી સૌથી મોટી ફિલ્મ છે. ફિલ્મે શરૂઆતના દિવસે તમામ ભાષાઓ સહિત કુલ રૂ. 98 કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે વિશ્વભરમાં તેણે 191 કરોડ 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

 

Latest Stories